ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થિની હત્યામાં બે ભારતીય વિદ્યાર્થીઓની જ ધરપકડ, બધા જ કરનાલના રહેવાસી

02:24 PM May 09, 2024 | gujaratpost

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. હવે આ કેસમાં કરનાલના બે ભાઈઓની ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં ધરપકડ કરવામાં આવી છે, જે ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તે કરનાલનો જ રહેવાસી છે. જે મેલબોર્નમાં M.Tech નો અભ્યાસ કરતો હતો. મંગળવારે સવારે મેલબર્નમાં અભિજીત (ઉ.વ-26) અને રોબિન ગાર્ટન (ઉ.વ-27)ની ધરપકડ કરવામાં આવી હતી.

ભાડાના વિવાદમાં દખલગીરી મોતનું કારણ બની હતી

કરનાલના ગાગસીના ગામના વતની સંધુની રવિવારે રાત્રે છાતીમાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. નવજીતના સંબંધી યશવીરે જણાવ્યું  કે નવજીતએ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે ભાડા અંગેના વિવાદમાં દખલગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે અન્ય વિદ્યાર્થીએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો.

યશવીરે કહ્યું કે નવજીતના મિત્રએ તેને સામાન લેવા તેના ઘરે જવાનું કહ્યું કારણ કે નવજીત પાસે કાર હતી. જ્યારે તેનો મિત્ર અંદર ગયો ત્યારે નવજીતે ચીસો સાંભળી અને જોયું કે ધક્કામુક્કી ચાલી રહી છે. જ્યારે નવજીતે દરમિયાનગીરી કરવાની કોશિશ કરી અને તેને લડાઇ નહીં કરવાનું કહ્યું તો તેની છાતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. નવજીતની જેમ આરોપી પણ કરનાલનો રહેવાસી છે.

પિતાએ પોતાની જમીન વેચીને પુત્રને ઓસ્ટ્રેલિયા ભણવા મોકલ્યો હતો

યશવીરે જણાવ્યું કે પરિવારને રવિવારે સવારે ઘટનાની જાણકારી મળી હતી. નવજીતની સાથે રહેલા તેના મિત્રને પણ ઈજાઓ થઈ હતી.પુત્રના મોતના સમાચારથી પરિવાર આઘાતમાં છે. નવજીત એક તેજસ્વી વિદ્યાર્થી હતો, તે જુલાઈમાં રજાઓ ગાળવા તેના પરિવાર સાથે આવવાનો હતો. નવજીત દોઢ વર્ષ પહેલા સ્ટડી વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો, તેના ખેડૂત પિતાએ પુત્રના ભણતર માટે દોઢ એકર જમીન વેચી દીધી હતી. અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે શક્ય એટલી વહેલી તકે મૃતદેહને ઘરે લાવવામાં મદદ કરે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526