(Photo: ANI)
Atul Subhash Case Update: અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં એક અઠવાડિયા પછી પોલીસને સફળતા મળી છે. પોલીસે અતુલના પત્ની સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય છેલ્લા થોડા દિવસોથી લાપતા હતાં. અતુલ સુભાષે ગયા સોમવારે વીડિયો દ્વારા પોતાની આપવીતી કહ્યાં બાદ આત્મહત્યા કરી લીધી હતી.
સ્યૂસાઇડ નોટમાં પત્ની સહિત સાસરિયાંને જવાબદાર ઠેરવ્યાં હતાં. હવે આ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા અને સાળાની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. નિકિતાની ગુરુગ્રામથી અને માતા અને ભાઈની અલ્હાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ બંનેને બેંગલુરુ લાવવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 13 ડિસેમ્બરે બેંગલુરુ પોલીસે અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાના જૌનપુરના ઘરની બહાર નોટિસ પણ ચોંટાડી હતી.
બેંગલુરુમાં AI એન્જિનિયર અતુલ સુભાષે સોમવારે એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. તેમણે 24 પાનાની સ્યૂસાઇડ નોટ છોડી હતી. 34 વર્ષીય AI એન્જિનિયરે આત્મહત્યા કરતા પહેલા રમ્બલ પર 90 મિનિટનો વીડિયો પણ છોડી દીધો હતો. અતુલે તેની પત્ની અને તેના સંબંધીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો. મૃતક અતુલ સુભાષે એવો પણ આરોપ લગાવ્યો હતો કે એક ન્યાયાધીશે કેસ પતાવવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
અતુલ સુભાષના આપઘાત બાદ તેના સાસરીયાઓ ફરાર થઈ ગયા હતા. જૌનપુરમાં પોતાનું ઘર છોડી દીધું હતું. પોલીસ તમામને શોધી રહી હતી અને હવે હવે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++