અમરેલીઃ સિવિલ હોસ્પિટલ પરિષરમાં ત્રણ યુવાનોને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં તેમને મારી નાખવાના ઇરાદાથી કારથી કચડી નાખવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ઘાયલ અજય ખોડીદાસ ચૌહાણ તેના મિત્રો સાથે રાત્રિ ભોજન માટે હોસ્પિટલની કેન્ટીનમાં જઈ રહ્યાં હતા. ત્યારે પાછળથી એક ઝડપી i20 કારે તેમને ટક્કર મારી હતી. આ પછી, કારને રિવર્સ મારીને ફરીથી યુવાનો પર ચડાવી દીધી હતી. અકસ્માતમાં અજયને આંખ પાસે માથામાં ગંભીર ઈજા થઈ છે.
ત્રણ યુવાનોને કારથી કચડી નાખવાનો પ્રયાસ
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના 29 જૂનના રોજ સાવરકુંડલાના હાટસણી રોડ પર બે પક્ષો વચ્ચે થયેલી નાની તકરાર અને લડાઈ સાથે સંબંધિત છે. બંને પક્ષોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 30 જૂનના રોજ રાત્રે હોસ્પિટલમાં બની હતી.
હત્યાના પ્રયાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો
પોલીસના જણાવ્યાં અનુસાર ઘાયલ અજય ચૌહાણની ફરિયાદ પર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને કેસની તપાસ ચાલી રહી છે. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસે સાવરકુંડલામાં હત્યાના પ્રયાસ હેઠળ ક્રોસ ફરિયાદ પણ દાખલ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++