+

દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ કેસની તપાસ કરવા ગયા હતા અધિકારીઓ- Gujarat Post

નવી દિલ્હીઃ રાજધાનીના બિજવાસન વિસ્તારમાં ઇડીના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. ઇડીની ટીમ સાયબર ક્રાઈમ સંબંધિત કેસની તપાસ કરવા માટે અહીં આવી હતી. આ ઘટના અંગે દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે

નવી દિલ્હીઃ રાજધાનીના બિજવાસન વિસ્તારમાં ઇડીના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. ઇડીની ટીમ સાયબર ક્રાઈમ સંબંધિત કેસની તપાસ કરવા માટે અહીં આવી હતી. આ ઘટના અંગે દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ હુમલામાં ઈડીના એક અધિકારી ઘાયલ થયા છે.

જ્યારે આ ટીમ તપાસ માટે પહોંચી ત્યારે માફિયાઓએ તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો અને એક અધિકારી ઘાયલ થયા હતા, પોલીસ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

facebook twitter