બાયડઃ એસીબીએ અરવલ્લી જિલ્લામાં પણ સફાયો બોલાવી દીધો છે, આ વખતે યશંવત મોકમભાઈ પટેલ, નોકરી- હેડ કલાર્ક, વર્ગ-3, સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) જીતપુર, તા-બાયડને 7 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે.આરોપીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ લાંચ લીધી અને તેઓ ઝડપાઇ ગયા હતા.
ફરિયાદી લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરે છે અને તેઓના જાહેર રજાના બીલ બનાવવાના અવેજ પેટે આરોપીએ રૂપિયા 7 હજારની લાંચ માંગી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, હાલમાં એસીબીએ આરોપીને ઝડપીને તેની પાસેથી લાંચની રકમ રિકવર કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
ટ્રેપિંગ અધિકારીઃ એમ.એમ.સોલંકી,
પોલીસ ઈન્સ્પેક્ટર,
ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી: એ.કે.પરમાર,
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી.એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526