આખા ગુજરાતનું માથું શરમથી ઝુકી જાય તેવી ઘટના.. નરાધમ શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ સાથે આચર્યું દુષ્કર્મ

12:04 PM Feb 28, 2025 | gujaratpost

શિક્ષક દારુ પીને સ્કૂલે આવતો હતો અને વિદ્યાર્થીનીઓને પણ દારુ પીવડાવ્યો હોવાની ચર્ચા

અમરેલીઃ સરસ્વતીના ધામને શર્મશાર કરે તેવી સનસનીખેજ ઘટના અમરેલીથી સામે આવી છે, એક શાળાના શિક્ષક મહેન્દ્ર પટેલે બે વિદ્યાર્થીનીઓ સાથે અંદાજે 8 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતુ અને શારિરીક અડપલાં કર્યાં હતા.

નરાધમ શિક્ષક આ માસૂમ વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવીને બળજબરીથી દુષ્કર્મ કરતો હતો. એક દિવસ તે બાળકીઓને ઓફિસમાં બોલાવીને દરવાજો બંધ કરતો હતો ત્યારે કોઇ વાલીએ આ જોઇ લીધું હતુ અને આ શિક્ષકનો ભાંડો ફૂટી ગયો હતો. આ સનસનીખેજ ઘટનાથી વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે, પોતાના સંતાનોને શિક્ષકોના ભરોસે સ્કૂલમાં મોકલતા વાલીઓમાં રોષ ફેલાઇ ગયો છે.

નરાધમ શિક્ષકને પોલીસે ઝડપી લીધો છે બીજી તરફ તપાસ થઇ રહી છે કે અગાઉ પણ આ શિક્ષકે કોઇ વિદ્યાર્થીનીઓ સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ, હાલમાં પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++