અમરેલીઃ જાફરાબાદમાં લોકસભાની ચૂંટણીના મતદાનની કામગીરીમાં મુકાયેલા શિક્ષિકાનું મોત થઇ ગયું છે, તેઓ જાફરાબાદની શાળામાં ફરજ પર હતા ત્યારે અચાનક નીચે ઢળી પડ્યાં હતા, પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકને કારણે તેમનું મોત થયાનું સામે આવ્યું છે.
શિક્ષિકા કૌશિકબેન બાબરીયા ચૂંટણી ફરજ પર હતા, ત્યારે જ તેમનું મોત થઇ ગયું હતુ. તેઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. અહીંના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.
શિક્ષિકાના મોતની તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી, પરિવારના સભ્યો પણ અહીં પહોંચી ગયા હતા, અચાનક ઘરના વ્યક્તિનું મોત થઇ જતા તેમના પર આભ તૂટી પડ્યું છે.સાથી શિક્ષકોમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/