અમરેલીઃ બગસરાની શાળામાં 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારીને કાપા માર્યા, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ- Gujarat Post

08:26 PM Mar 26, 2025 | gujaratpost

અઠવાડિયા પહેલા બનેલી ઘટનાને છુપાવવાનો પ્રયાસ થયો હતો

વાલીને જાણ કરવાને બદલે મામલો દબાવવા પ્રયાસ કર્યો
 
અમરેલીઃ
બગસરાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં 40 જેટલા બાળકોએ પોતાને બ્લેડ વડે કાપા મારી ઈજા પહોંચાડી હતી. આ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો હતો. બાળકોએ ફક્ત 10 રૂપિયાની શરતમાં પોતાને ઈજા પહોંચાડી હતી. બાળકોએ 10 રૂપિયાની શરતમાં હાથ-પગ પર કાપા માર્યા હતા. મામલો સામે આવ્યાં બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું કે આ મામલે નિવેદનો લેવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો,વાલીઓના નિવેદનો લેવાયા છે. તેમને જાતે જ પોતાને બ્લેડ મારી હતી. પેન્સિલ શાર્પનરથી બ્લેડનો કાપા માર્યાં છે. બનાવમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી. આવું ફરી નહીં કરે તેવી બાંહેધરી લેવાઈ છે.
 
આ અંગે વાલીઓને વિદ્યાર્થીઓની પૂછપરછ કરી તો કહ્યું કે શિક્ષકોએ આ વાત કોઇને કહેવાની ના પાડી છે, તેમ જણાવ્યું હતુ. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળામાં ગયા હતા. ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++