અમેરિકાએ ચીન પર 100 ટકા વધારાનો ટેરિફ નાખ્યો, સોફ્ટવેર નિકાસ પર પ્રતિબંધ મૂકવાની પણ ધમકી આપી

10:07 AM Oct 11, 2025 | gujaratpost

વોંશિગ્ટનઃ અમેરિકા અને ચીન વચ્ચે ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂ થયું છે. ચીને અમેરિકન ઉદ્યોગ માટે જરૂરી દુર્લભ ખનીજોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે ચીન સામે નવા વેપાર દંડની જાહેરાત કરી છે. બિલમાં જણાવાયું કે અમેરિકા તમામ ચીની માલ પર 100 ટકા ટેરિફ લાદી રહ્યું છે.

અમેરિકા મહત્વપૂર્ણ સોફ્ટવેરના નિકાસ પર પ્રતિબંધ મૂકશે

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે 1 નવેમ્બર, 2025 થી ચીન પર 100 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવશે. જો ચીન કોઈ કડક પગલાં લેશે, તો આ 100 ટકા વધારાનો ટેરિફ 1 નવેમ્બર પહેલા લાદવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી હતી કે અમેરિકા તે દિવસથી તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેરની નિકાસ પર પ્રતિબંધ મૂકશે. અમેરિકા અને ચીન વચ્ચેના આ વધતા વેપાર યુદ્ધથી વિશ્વની બે સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધો વધુ ખરાબ થવાની સંભાવના વધી ગઈ છે.

ઘણા ક્ષેત્રોને પ્રતિકૂળ અસર થઈ શકે છે

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે ચીન અત્યંત આક્રમક વેપાર નીતિઓ અપનાવી રહ્યું છે અને યુનાઇટેડ સ્ટેટ્સ તેનો યોગ્ય જવાબ આપશે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવની ઘણા ક્ષેત્રો પર નોંધપાત્ર અસર પડી શકે છે. ટ્રમ્પે તો મહત્વપૂર્ણ સોફ્ટવેરના નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી છે. આનાથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સથી લઈને ઇવી સુધીના વિવિધ ક્ષેત્રો પર ભારે ટેરિફના કારણે મુશ્કેલી પડી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તેમને એશિયન રાષ્ટ્રની આગામી યાત્રા દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવાનું કોઈ કારણ દેખાતું નથી. આગામી દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ દક્ષિણ કોરિયાની મુલાકાત લેવાના છે. એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, અમે હાલમાં જે નીતિઓ પર વિચાર કરી રહ્યાં છીએ. તેમાંથી એક યુ.એસ.માં પ્રવેશતા ચીની ઉત્પાદનો પર ટેરિફમાં નોંધપાત્ર વધારો છે. અન્ય ઘણા પગલાં લેવાના છે જેના પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++