+

અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post

ગાંધીનગરઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો છે, રવિવારે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા સહિતના સ્થળોએ અચાનક વરસાદ આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી ક

ગાંધીનગરઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો છે, રવિવારે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા સહિતના સ્થળોએ અચાનક વરસાદ આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું, આજે સોમવારે સાંજના સમયે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે. 30મી તારીખે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રોહિણી નક્ષત્ર આખું વરસાદ પડે, તો ચોમાસું સમયસર રહેશે, જો રોહિણી નક્ષત્ર 2 જૂન સુધી નહીં બેસે તો આ વર્ષે ચોમાસુ મોડું શરૂ થવાની શક્યતા છે. આજે આઈપીએલ ફાઇનલમાં પણ વરસાદ વિલન બની શકે છે.

આજે વરસાદી માહોલ વચ્ચે સવારે અમદાવાદના રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. બંગલાની પોળમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી.જો કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી. રવિવારે પડેલા કમોસમી વરસાદને કારણે દીવાલ પડી હોવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકના આંકડાઓ મુજબ અમદાવાદ શહેરમાં સવા બે ઈંચ, મહેસાણાના બહુચરાજીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દાંતામાં સવા બે ઈંચ, બનાસકાંઠાના વડગામમાં બે ઈંચ, પાટણના ચાણસ્મામાં બે ઈંચ, જોટાણા, બાવળા, કલોલ, વડાલીમાં પોણા બે ઈંચ, નડિયાદ, કડી, પેટલાદમાં સવા સવા ઈંચ વરસાદ ખાબક્યો છે. હજુ વરસાદની શક્યતાને પગલે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થવાની ભીતી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter