અમદાવાદમાંથી નકલી દવાનો જથ્થો ઝડપાયો, 31 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત - Gujarat Post

02:08 PM Dec 22, 2024 | gujaratpost

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા સમયથી નકલીનો રાફડો ફાટ્યો છે. જોકે હવે દવા પણ નકલી નીકળતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની ભેળસેળ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાંથી 31 લાખ રૂપિયાનો ભેળસેળ વાળો અને નકલી દવાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને સેન્ટ્રલ ડ્રગ ઈન્સપેક્ટરોએ જોઈનહબ ફાર્મા એલએલપીના મુખ્ય ભાગીદાર અહેમદ અબ્બાસ બાલોસપુરા, અબ્બાસ અલી બાલોસપુરા, સંકેત શાહ, પેઢીમાં ખરીદી સંભાળતા ભાવેશ પટેલ, નઝર મોહમ્મદ સાઉદીની સધન પૂછપરછ કરી હતી.આ ઉપરાંત અમદાવાદ ખાતેની મોન્ડિલ ઓફિસ તેમજ ચાંગોદર ખાતેના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

જેમાં વિવિધ દવાના નમુના  લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. 11 લાખ રૂપિયા કિંમતનો દવાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે આપી જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના દ્વારા ન્યુટ્રાસ્યુટીકલના લાયસન્સ હેઠળ બનાવડાવી તેમાં કામોત્તેજક પાઉડર ઉમેરી ન્યુટ્રાસ્યુટીકલના નામે મોટાપાયે એક્ષ્પોર્ટ કરતાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++