એક તરફી પ્રેમનો ખતરનાક અંજામ, યુવક પેટ્રોલ છાંટીને હોસ્પિટલમાં જ સળગ્યો અને પછી પહેલા માળેથી કૂદકો માર્યો

10:51 AM Nov 28, 2025 | gujaratpost

અમદાવાદઃ સરખેજ વિસ્તારમાં ગત રાત્રે એક તરફી પ્રેમમાં પાગલ થયેલા યુવકે હોસ્પિટલમાં જઇને પોતાના પર પેટ્રોલ છાંટીને સળગી ગયો હતો. સળગતી હાલતમાં તેને પહેલા માળેથી પડતું મૂક્યું હતું, યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આલનુર હોસ્પિટલમાં રીસેપ્શનમાં નોકરી કરતી યુવતી સાથે તેને એક તરફી પ્રેમ હતો. યુવતીની પાડોશમાં રહેતા કમરાનખાનને એક તરફી પ્રેમ થઇ ગયો હતો. યુવતી સાથેની તકરારના પગલે ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને લાઇટરથી આગ લગાવી દીધી હતી. 

સળગતી હાલતમાં તેને પહેલા માળેથી નીચે પડતું મૂક્યું હતું. ત્યા હાજર લોકોએ તેને ઓલવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં 108 માં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ દ્રશ્ય જોઇને યુવતી પણ બેભાન થઇ ગઇ હતી. યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++