અમદાવાદમાંથી લઇ જતી વખતે થયું હતુ આ પરીક્ષાનું પેપર લિક, યુપી પોલીસે આપી માહિતી

07:41 PM Mar 15, 2024 | gujaratpost

(ફોટોઃસૌ એએનઆઈ)

અમદાવાદઃ વધુ એક પેપર લિકને લઇને નવો ઘટસ્ફોટ થયો છે, આ વખતે ઉત્તર પ્રદેશમાં લિક થયેલા પેપરનું અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંતકુમારે આ માહિતી આપી છે, આ મામલે યુપી STF ટીમ તપાસ કરી રહી છે. યુપી પોલીસ ભરતી પરીક્ષાનું પેપર અમદાવાદના પ્રેસમાં પ્રિન્ટ થયું હતુ અને અહીંથી લઇ જતી વખતે પેપર લીક થયું કરાયું હતુ.
 
આ કેસમાં યુપી પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે, પોલીસે જણાવ્યું છે કે અમદાવાદથી ઉત્તર પ્રદેશ જતી વખતે ટ્રકમાંથી પેપરનું બોક્સ ખોલીને ફોટો પાડવામાં આવ્યાં હતા. પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારી મિર્ઝાપુરના શિવમગીરી, ભદોહીના રોહિત પાંડે, પ્રયાગરાજના અભિષેક શુક્લાની ધરપકડ કરી છે. આ લોકો ટીસીઆઇ કંપનીના કર્મચારીઓ હતા.

પોલીસ અન્ય ફરાર આરોપીઓ રવિ અત્રી અને રાજીવ નયન મિશ્રાને શોધી રહી છે. શિવમગીરીએ બોક્સમાંથી પેપર બહાર કાઢીને તેના ફોટો લીધા હતા અને તેને અભિષેકને ફોટો મોકલાવ્યાં હતા. બાદમાં આ ફોટો રવિને મળ્યાં હતા. હાલમાં એક આરોપી ડો.શુભમ મંડલ પોલીસ કસ્ટડીમાં છે આ બધા આરોપીઓએ ભેગા મળીને 15 થી 20 લાખ રૂપિયામાં પેપર વેંચવાનું નક્કિ કર્યું હતુ.

પોલીસ આ કેસમાં ગુજરાતના કોઇ શખ્સોની સંડોવણી છે કે નહીં તે મામલે તપાસ કરી રહી છે, ઉપરાંત આ કેસમાં ફરાર આરોપીઓની પણ ધરપકડ કરાઇ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post