+

SGST એ અમદાવાદમાં સપાટો બોલાવી દીધો, પાન-મસાલામાં કરોડો રૂપિયાની જીએસટી ચોરી ઝડપી પાડી

કરોડો રૂપિયાના વ્યવહારો મળ્યાં, અંદાજે 9 કરોડ 22 લાખ રૂપિયાની ટેક્સ ચોરી પકડી પાડી અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેટ જીએસટી વિભાગ એક પછી એક ઓપરેશન કરી રહ્યું છે, પહેલા સ્ક્રેપ, મોબાઇલ અને હવે પ

કરોડો રૂપિયાના વ્યવહારો મળ્યાં, અંદાજે 9 કરોડ 22 લાખ રૂપિયાની ટેક્સ ચોરી પકડી પાડી

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેટ જીએસટી વિભાગ એક પછી એક ઓપરેશન કરી રહ્યું છે, પહેલા સ્ક્રેપ, મોબાઇલ અને હવે પાન મસાલામાં થતી જીએસટી ચોરીનો પર્દાફાશ કર્યો છે, અમદાવાદના ચાંગોદર, સરખેજ અને અસલાલી વિસ્તારમાં જીએસટી વિભાગની ટીમો ત્રાટકી છે.

આ ઓપરેશનમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી પકડી પાડવામાં આવી છે, પાન મસાલાના વેપારીઓને ત્યાં જુદી જુદી જગ્યાએ પડેલી રેડમાં મહત્વના ડિઝિટલ દસ્તાવેજો અને અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યાં છે.

નોંધનિય છે કે થોડા સમય પહેલા પણ સ્ટેટ જીએસટી વિભાગે પાન-મસાલાની બિલ વગરની ગાડી પકડીને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને હવે પાન મસાલાના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ સામે દરોડાની કામગીરી હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter