અમદાવાદઃ જેના પર જનતાની સુરક્ષાની જવાબદારી છે.તે જ પોલીસ નરાધમ બની રહી છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ થઇ છે.
19 વર્ષીય યુવતીએ ફરિયાદમાં લખાવ્યું છે કે જ્યારે બિલ્ડીંગની લિફ્ટ બંધ થઇ હતી ત્યારે પીઆઇએ યુવતીના ખભા પર હાથ મુક્યો હતો અને તેની સાથે અડપલાં કર્યાં હતા. જેથી તે ગભરાઇ ગઇ હતી, બાદમાં જ્યારે પીઆઇ છઠ્ઠા માળે ઉતરી ગયા હતા ત્યારે યુવતીએ 181 અભયમમાં કોલ કરીને આ જાણકારી આપી હતી.
આ સનસનીખેજ ઘટના બાદ વેજલપુર પોલીસે ગુનો નોંધીને પીઆઇ સામે કાર્યવાહી હાથ ધરી છે, બીજી તરફ આ ઘટનાની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નોંધ લઇને કડક તપાસના આદેશ આપી દીધા છે.ત્યારે જનતા પણ પૂછી રહી છે કે આવા નરાધમો ક્યાં સુધી ખુલ્લેઆમ બહાર ફરતા રહેશે, પીઆઇને કડક સજા કરવાની માંગ ઉઠી રહી છે.