અમદાવાદમાં ફરીથી આઇટી વિભાગ સક્રિય
ટેક્સ ચોરો પર આઇટીની મોટી તવાઇ
અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગે શહેરમાં ફરીથી ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં કે.બી ઝવેરી ગ્રુપના સ્થળોએ અધિકારીઓની જુદી જુદી ટીમોએ દરોડા કરીને તપાસ હાથ ધરી હતી, અત્યાર સુધી 500 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો ઝડપાયા છે.
આઇટીના અધિકારીઓ દ્વારા ભાડજની કોર્પોરેટ ઓફિસ, CG રોડ પરના શો રૂમ સહિત 14 સ્થળોએ તપાસ કરાઇ રહી છે, ભાડજમાં આવેલા સુપરસિટી ટાઉનશિપ પ્રોજેક્ટમાં પણ તપાસ થઇ છે. રિયલ એસ્ટેટનાં બિઝનેસમાં કામ કરનારા આ ગ્રુપના અન્ય ગ્રુપ સાથેના વ્યવહારોનો પર્દાફાશ થયો છે.
હજુ આ ઓપરેશનમાં આઇટી વિભાગ વધુ કરચોરી ઝડપી પાડશે તે નક્કિ છે, આગામી સમયમાં પણ બિલ્ડરો, જમીન દલાલો અને ઉદ્યોગપતિઓ પર આઇટી વિભાગ સપાટો બોલાવી શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526