અમદાવાદઃ ફરીથી અમદાવાદમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે, અમેરિકાથી 58 પાર્સલમાં આવેલાં હાઇબ્રિડ ગાંજાની કિંમત 3.84 કરોડ રૂપિયા જેટલી થાય છે. જે ગાંજો ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓએ મંગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
વિદેશ પોસ્ટ ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી તો આ પાર્સલ અમેરિકાથી આવ્યાં હોવાનું સામે આવ્યું હતુ.જેમાંથી રમકડાની આડમાં લિક્વિડ ડ્રગ્સ પણ મળી આવ્યું છે. આ ઓર્ડર ડાર્કવેબ પર આપવામાં આવ્યો હોવાની શક્યતા છે.
ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી તો પાર્સલમાં ડાઇપર, બાળકોના નાના મોજા, રમકડામાં આ નશાનો સામાન છુપાવીને લાવવામાં આવ્યો હતો. અગાઉ પણ આવી જ રીતે ડ્રગ્સ ભારત લાવવામાં આવ્યું હતું અને ફરીથી કરોડો રૂપિયાનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, અહીં ચિંતાજનક વાત એ છે કે ધોરણ-10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નશાના રવાડે ચઢ્યાં છે, તેમને આ જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે વાલીઓએ પણ તેમના સંતાનોનું ધ્યાન રાખવું જોઇએ, અમદાવાદમાં ડ્રગ્સનો મોટો જથ્થો વારંવાર આવી રહ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/