નવરાત્રી 2025: અમદાવાદના ગરબાના આયોજકોએ 32 નિયમોનું પાલન કરવું પડશે- Gujarat Post

10:11 AM Sep 11, 2025 | gujaratpost

અમદાવાદઃ આ વર્ષે અમદાવાદમાં ગરબાનું આયોજન કરનારા લોકોએ કેટલાક નવા નિયમોનું પાલન કરવું પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે નવરાત્રી માટે એક ખાસ ગાઈડલાઈન (SOP) બહાર પાડી છે.

મુખ્ય નિયમો:

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત: ગરબાનું આયોજન કરવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. આ માટે ઓનલાઈન અરજી કરવી પડશે અને આયોજન શરૂ થવાના ત્રણ દિવસ પહેલા જમાલપુર ફાયર સ્ટેશન પર તેની હાર્ડ કોપી જમા કરાવવી પડશે. આ વગર મંજૂરી મળશે નહીં.

બે ઈમરજન્સી બહાર નીકળવાના રસ્તા: દરેક સ્થળેથી બહાર નીકળવા માટે બે ઈમરજન્સી રસ્તા (એક્ઝિટ) રાખવા પડશે જેથી કોઈ મુશ્કેલીના સમયે લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે.

અન્ય મંજૂરીઓ: માત્ર ફાયર વિભાગ જ નહીં, પરંતુ પોલીસે, ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગો પાસેથી પણ મંજૂરી લેવી પડશે.

AMCના અધિકારીએ જણાવ્યું કે અમદાવાદમાં લાખો લોકો ગરબામાં ભાગ લેતા હોવાથી તેમની સુરક્ષા માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે.આ નિયમોનો હેતુ કોઈ અણબનાવ ન બને અને લોકો સુરક્ષિત રીતે ઉત્સવ માણી શકે તેવો છે.