અમદાવાદઃ ગુજરાત એટીએસે ખંભાત ડ્રગ્સ કેસ મામલે ધોળકામાં ટ્રામાડોલ ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અહીંથી ટ્રામાડોલ નામના ડ્રગ્સનું ગોડાઉન ઝડપી લીધું છે, પકડાયેલા જથ્થાની કિંમત 50 કરોડ રૂપિયાથી પણ વધારે હોવાનો અંદાજ છે.
ધોળકાના પુલેન સર્કલ વિસ્તારમાં આવેલા દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર 54 માંથી ટ્રામાડોલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, પકડાયેલો જથ્થો ઘણા સમયથી અહીં રાખવામાં આવ્યો હોવાનો અંદાજ છે, આસપાસના લોકોએ જણાવ્યું કે આ ગોડાઉન છેલ્લા ત્રણ-ચાર મહિનાઓથી બંધ હાલતમાં હતુ.
થોડા દિવસ પહેલા ખંભાત નજીક સોખડા જીઆઇડીસીમાં ટ્રામાડોલ દવા બનાવતી ફેક્ટરીમાં એટીએસની ટીમે દરોડા કરીને બે કેમિકલ એન્જિનિયર સહિત 6 શખ્સોની ધરપકડ કરી હતી, તેનું ધોળકા કનેક્શન સામે આવ્યું છે, અહીંથી પણ રો-મટીરિયલ કબ્જે કરાયું
ધોળકામાંથી અંદાજે 500 કિલો જથ્થો જપ્ત કરાયો
પોલીસ દ્વારા આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, નોંધનિય છે કે થોડા દિવસ પહેલા ખંભાતમાંથી અલ્પ્રાઝોલમ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી લેવામાં આવી હતી, જ્યાંથી પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવાનું રો-મટીરિયલ્સ જપ્ત કરાયું હતું અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, હવે ખંભાતનું ધોળકા કનેક્શન સામે આવ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/