+

મહાકુંભમાં ભાગદોડ બાદ થયેલા મોત મામલે રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યુ, ગુજરાતમાંથી ગયેલા શ્રદ્ધાળુઓ સુરક્ષિત

તંત્રના કહેવા મુજબ, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને અફવાઓ પર ધ્યાન ન આપવું સાધુ સંતો દ્વારા લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી અમદાવાદઃ મહાકુંભમાં મૌની અમાસ પર થયેલી ભાગદોડમાં અનેક શ્રદ્ધ

તંત્રના કહેવા મુજબ, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને અફવાઓ પર ધ્યાન ન આપવું

સાધુ સંતો દ્વારા લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી

અમદાવાદઃ મહાકુંભમાં મૌની અમાસ પર થયેલી ભાગદોડમાં અનેક શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. જો કે હાલમાં સ્થિતિ સામાન્ય છે, સરકારી વોલ્વોમાં કુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે તેમને કોઈ તકલીફ પડી નથી. જીએસઆરટીસીના અધિકારીના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીએ જે બે બસોને લીલીઝંડી આપીને રવાના કરી હતી તે બંને બસોના પ્રવાસીઓ એ સંગમ પર સ્નાન કરી લીધું છે અને સુરક્ષિત છે. ગીતા મંદિરથી ત્રીજી બસ જે ઉપડેલી હતી તે પણ પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહી છે અને તે રસ્તામાં છે. આજે અન્ય એક બસ પણ ઉપડવાની છે. તમામ મુસાફરો માટે ગુજરાત ટુરીઝમ દ્વારા અને ગુજરાત એસટી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, યાત્રાળુઓ ખૂબ જ સુખ શાંતિથી પ્રવાસ કરી રહ્યાં છે.
 
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરુ છું અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડના કારણે કેટલાય લોકોના મોત થયાના અને કેટલાક લોકો ઘાયલ થવાના સમાચાર અત્યંત દુ:ખદ છે. ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ આ ઘટના પ્રત્યે પ્રશાસન અને સરકાર પર ટાર્ગેટ કર્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટના અવ્યવસ્થાનું પરિણામ છે અને પ્રશાસન તો વીઆઈપી લોકોને સુરક્ષામાં વ્યવસ્થ છે. અહીં ઉલ્લેખનિય છે કે, મૌની અમાવસ્યાના દિવસે લગભગ બે કરોડ લોકો પ્રયાગરાજમાં સ્નાન કર્યું હતુ.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter