બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક
જલારામ પરોઠા હોટલમાં જઇને કરી તોડફોડ, ખંડણીખોરો સામે પોલીસ ક્યારે કરશે કાર્યવાહી ?
અમદાવાદઃ શહેરમાં અસામાજિત તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને આવે કેસોમાં પોલીસની નિષ્ફળતાઓ પણ સામે આવી રહી છે, બાપુનગરમાં ડિમાર્ટની પાસે આવેલી જલારામ રેસ્ટોરન્ટમાં ભારે તોડફોડ કરવામાં આવી છે, સંદિપ ચૌહાણ નામનો શખ્સ આજે 1 વાગ્યાની આસપાસ હોટલમાં આવ્યો હતો અને માલિક નાથુસિંગની પૂછપરછ કરી હતી, તેઓ હોસ્પિટલ હતા અને હોટલમાં તેમનો સ્ટાફ હાજર હતો, ત્યારે ઉશ્કેરાઇને સંદિપે 10 હજાર રૂપિાયની માંગણી કરી હતી અને હોટલની બહાર ઉભી માલિકની સ્કોર્પિયો કારના કાચ તોડી નાખ્યાં હતા.
સંદિપે પાણીના જગથી કારના કાચ તોડી નાખ્યાં હતા, હોટલની ખુરશીઓ પણ તોડીને રસ્તા પર ફેંકી નાખી હતી. સાથે જ હોટલ સ્ટાફ સાથે મારા મારી કરીને આરોપી ફરાર થઇ ગયો હતો, આ ઘટના જોનારા આસપાસના લોકો પણ ડરી ગયા હતા, બાદમાં શહેર કોટડા પોલીસમાં આ મામલે અરજી આપવામાં આવી છે.
આ શખ્સ પહેલા પણ હોટલમાંથી અનેક વખતે મફતનું ખાવાનું લઇ ગયો હોવાની વાત હોટલે માલિકે કરી છે, હવે આ શખ્સ દ્વારા જલારામ હોટલમાં તોડફોડ કરવામાં આવતા તેના માલિક અને હોટલનો સ્ટાફ પણ ડરી ગયો છે, ત્યારે સવાલ એ છે કે કોઇ પણ વ્યક્તિના ધંધાના સ્થળે જઇને રૂપિયા માંગનારા આવા અસામાજિક તત્વો સામે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે ?? આ તો એવી વાત થઇ કે તમારે ધંધો કરવો હોય તો તમારે ખંડણી આપવી જ પડશે, શહેર કોટડા પોલીસે આ કેસની તટસ્થ તપાસ કરીને વેપારીને ન્યાય અપાવવો જોઇએ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/