(ફાઇલ ફોટો)
અમદાવાદઃ યુપી પોલીસ ભરતીનું પેપર અમદાવાદની એક કંપનીમાંથી ફૂટ્યું હોવાનું અને લાખો રૂપિયામાં પેપર વેચાયાની આશંકા છે. અમદાવાદના સિંધુભવન રોડ પરની કંપનીને આ પેપર સલામત પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.
યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં પેપર લીક થતા ભરતી રદ કરાઈ હતી. પેપર લીકની તપાસ કરી રહેલા ઉત્તર સ્પેશિયલ ટાસ્ક ફોર્સની તપાસમાં અમદાવાદની એજ્યુ ટેસ્ટ નામની કંપનીની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ભરતીનું પેપર પ્રિન્ટ કરવાથી માંડીને ઉત્તર પ્રદેશ સુધી સલામત રીતે પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ આ કંપનીને અપાયો હતો. પ્રાથમિક તપાસ મુજબ પેપર ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ક્યાંય લીક થયું ન હતું. પરંતુ અન્ય જગ્યાએથી લિક થયું હતુ, એવું ચર્ચાય છે પોલીસ ભરતીનું આ પેપર લાખો રૂપિયામાં વેચાયું હતું.
હાલ આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. સિંધુભવન રોડ પર આવેલી એજ્યુ ટેસ્ટ કંપનીને પોલીસ ભરતીના પરીક્ષાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. નોંધનિય છે કે અગાઉ પણ ગુજરાતમાં અનેક પેપરો લિક થયાના બનાવ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/