અમદાવાદઃ સાબરમતી વિસ્તારમાં ગઈકાલે પાર્સલ બોમ્બ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. જેના મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની પોલીસે ધરપકડ કરી હતી. ત્રાગડ વિસ્તારમાં બંને આરોપીઓ કારમાંથી ઝડપાયા હતા.પોલીસને આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા હતા. આ આરોપી પાસેથી એક તમંચો અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ થઈ હતી.
આરોપી રુપેણ બારોટે ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. આરોપીએ બોમ્બ બનાવી પાર્સલમાં પેક કરી અન્ય વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યો હતો. શિવમ-રો હાઉસમાં બલદેવ સુખડિયાના ઘરે પાર્સલ પહોંચાડીને બ્લાસ્ટ કરાયો હતો. આ બ્લાસ્ટ અંગત અદાવતમાં આરોપીએ કર્યું હોવાનો ખુલાસો થયો છે.
આરોપી રૂપેન બારોટના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી અને આ ઉપરાંત તેના ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા. આરોપી પહેલાંથી જ ક્રાઇમ કુંડળી ધરાવે છે. આરોપી રૂપેને પોતાના ઘરમાં બોમ્બ બનાવ્યો હોવાની આશંકા છે. પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++