ફરિયાદી મહિલા સસ્તા અનાજની દુકાન ચલાવે છે
દુકાન તોડી પાડવાની ધમકી મળતા ફરિયાદ નોંધાવવા ગયેલી મહિલા પર પીઆઈ ગુસ્સે થયા હતા
ફરિયાદ લઈને નહીં આવવાનું કહીને મહિલાને કાઢી મુકી હતી
Ahmedabad Ranip PI Suspend: અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મહિલાની ફરિયાદ ન નોંધવા બદલ પીઆઈ બી ડી ગોહિલ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. રાણીપમાં સસ્તા અનાજની દુકાન ધરાવતી મહિલાને કેટલાક લોકોએ દુકાન તોડી નાંખવા ધમકી આપી હતી. જેને લઈ મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને પીઆઈ બી ડી ગોહીલને રજૂઆત કરી હતી. આ સાંભળીને પીઆઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદો લઈને આવવાનું નહીં કરીને મહિલાને કાઢી મુકી હતી. મહિલા સતત રજૂઆતો કરી હતી કે, કેટલાક ઇસમો મારી દુકાન તોડી નાંખશે, પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી.
પીઆઇને ફરજમાં બેદરકારી બદલ કરાયા સસ્પેન્ડ
ફરિયાદીનો કોર્ટમાં પણ ચાલતો હતો કેસ
સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ નહીં સાંભળવામાં આવતાં મહિલા પોલીસ કમિશનર જી એસ મલિકને મળી હતી અને સમગ્ર વિગત જણાવી હતી. જેથી પોલીસ કમિશનરે આ મુદ્દે રાણી પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો.તેમ છતાં પીઆઈ બી ડી ગોહિલે ફરિયાદ નોંધી ન હતી.
પોલીસ કમિશનરે બે વખત હુકમ કર્યો હોવા છતાં ફરિયાદ ન નોંધવામાં આવતાં પીઆઈ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/