ED અને GST જેવી એજન્સીઓ કરશે આ કેસની તપાસ
મની લોન્ડરિંગને લઇને થશે તપાસ
Latest Ahmedabad News: માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ અને વાસણા શેર સટ્ટા ડબ્બા કૌભાંડમાં 2300 કરોડ રૂપિયાથી વધુની હેરાફેરીનો આરોપી દીપક ઠક્કર સ્ટેટ મોનીટરીંગ સેલ પાસે ચાર દિવસના રિમાન્ડ પર છે. આજે તેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપી દીપક ઠક્કરના ઘરની તપાસ કરતાં તેના ઘરેથી રોકડા રૂપિયા 4,50,000 અને બેંક લોકરની માહિતી મળી હતી.
ડીસામાં પાટણ રોડ ઉપર રેલ્વે ફાટક પાસે છેલ્લા ત્રણ વર્ષથી એક સી.એન.જી. ગેસનો પંપ છે જે પંપ જુના ડીસામાં રહેતાં ફિરોઝભાઈ ચલાવે છે. ડીસામાં નિલકમલ સોસાયટીમાં 1200 ફુટના ત્રણ પ્લોટ છે. ડીસામાં રાજકમલ પાર્કમાં 1375 ફુટ જગ્યામાં તેના અને તેની પત્નિના સંયુક્ત નામે મકાન છે. ડીસામાં પાલનપુર હાઈવે પર ડીસન્ટ હોટલની પાસે એક 4950 ચો. ફુટનો પ્લોટ છે. એ.પી.એમ.સી ડીસામાં એક દુકાન છે. ભાભર અને ડીસા ખાતે 11-11 વિઘા ખેતીની જમીન આવેલી છે.
અંદાજે રૂપિયા 100 કરોડની સંપત્તિનો માલિક છે દિપક ઠક્કર
અમદાવાદ પકવાન ચાર રસ્તા પાસે ટાઈટેનીયમ વન કોમર્શીયલ બિલ્ડીંગમાં બે ઓફીસો છે, જે બંન્ને દુકાનો હાલ ભાડે આપેલી છે. અમદાવાદ આનંદનગર વિસ્તારમાં આવેલા પી.એન.ટી.સી. બિલ્ડીંગમાં બે ઓફીસો આવેલી છે. સાયન્સ સીટી બેબીલોન ક્લબની પાછળ 3600 વારનો એક પ્લોટ છે. ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલ કાલુપુર બેંકમાં એક લોકર છે. સતાધાર ચાર રસ્તા પાસે આવેલી કોટક મહિન્દ્રા બેંકમાં એક લોકર છે. હોન્ડા કંપનીની બ્રિઓ તથા ટોયટો ઈનોવા છે. તેમજ દુબઈમાં નિશાન કંપનીની ફોરવ્હિલ છે. આમ કૂલ 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો ઘટસ્ફોટ છે. હજુ આ કેસમાં નવા ઘટસ્ફોટ થઇ શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526