ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post

05:32 PM Sep 20, 2024 | gujaratpost

Latest Ahmedabad News: આજે અમદાવાદના ગોતા ખાતે આવેલા હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત ભવનમાં ક્ષત્રિયોનું સંમેલન યોજાયું હતુ. જેમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરવામાં આવી છે અને ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી કરવામાં આવી છે, જ્યાં અનેક રજવાડાની મોટી હસ્તીઓ હાજર રહી હતી.

આ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે એક મેસેજ સોશિયલ એક પત્ર લખ્યો હતો. યુવરાજનો પત્ર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેમાં યુવરાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હું કોઈપણ સમિતિનો ભાગ નથી. આ સંદેશ તેમણે પોતાના સમાજને આપ્યો તેમને પોતાના સંદેશમાં લખ્યું છે કે હું કોઈ સમિતિ કે સમીતિ નો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈપણ કાર્ય માં કે કાર્યક્રમ માં સામેલ નથી. ક્ષત્રિય સમાજ માટે હું હંમેશા વફાદાર રહ્યો છું અને રહીશ.સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ હું. આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓએ પોતાના સમૂદાય માટે શિક્ષણ અને નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે.

યુવરાજે કહ્યું કે રાજપૂત સમાજની કોઇપણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો  દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય. રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ આ એકતાનો ઉપયોગ રાજનીતિથી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ. સમાજને મદદરૂપ થવી જોઇએ.

Trending :

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526