અમદાવાદઃ કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યાં હતા, તેમની સારવાર દરમિયાન બે લોકોનાં મોત થયા છે અને 5 લોકો હાલ ICUમાં દાખલ છે. હોસ્પિટલની બેદરકારીને કારણે સ્વસ્થ લોકોના મોત થયાના આક્ષેપો બાદ લોકોમાં હોસ્પિટલ સામે રોષ છે.
હવે પોતાનો બચાવ કરતા ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતે નિવેદનમાં જણાવ્યું કે, રવિવારે કડીના બોરિસણા ગામમાં સરપંચના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહાદેવ મંદિરે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 100 જેટલાં દર્દીઓને કાર્ડિયોલોજીનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાંથી 20 જેટલાં દર્દીઓને આગળ સારવારની જરૂર હોવાથી અમારી હોસ્પિટલ આવવા માટેની સલાહ આપવામાં આવી હતી. જેમાં તેઓ સ્વેચ્છાએ જ હોસ્પિટલ આવ્યા હતાં.
અહીં આવ્યા બાદ કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તેમના એસેસમેન્ટ રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં સારવાર અર્થે તેમની એન્જિયોગ્રાફી અને તેમાંથી જરૂર પડ્યે સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. પરંતુ ક્રિટિકલ કન્ડિશનના કારણે બે દર્દીઓના મોત થયા હતાં. કોઈપણ દર્દીને જબદસ્તી અહીં લાવવામાં નથી આવ્યાં. તમામ દર્દીઓ પોતાની મરજીથી જ અહીં આવ્યા હતાં. હાલ તમામ દર્દીની સારવાર પણ પૂર્ણ થઈ ચૂકી છે અને બધાં જ દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે.
બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ સરકારી રૂપિયા ખંખેરવા આ ગોરખધંધા કરતી હોવાનું સામે આવ્યાં બાદ સરકારે તપાસના આદેશ આપી દીધા છે, તો બે લોકોનાં મોત બાદ લોકોમાં પણ જોરદાર રોષ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/