Ahmedabad News: શહેરના મણિનગર વિસ્તારમાં એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, અહીં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે બેશરમીભર્યું કૃત્ય કર્યું છે. હોસ્પિટલમાં દવા કરાવવા આવેલી એક મહિલા દર્દીના નગ્ન ફોટો-વીડિયો લઇ લીધા હતા અને તેની સાથે દુષ્કર્મ કરીને બ્લેકમેઇલ કરતો હતો.
આ નરાધમ ડોક્ટરે મહિલા પાસેથી સોનાના દાગીના સહિત 4 લાખ રૂપિયા પડાવી લીધા હતા. નિલેશ નાયક નામના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને ત્યાં આ મહિલાને સારવાર માટે બેભાન કરવામાં આવી હતી અને તે પછી મહિલાના નિવસ્ત્ર ફોટો અને વીડિયો બનાવવામાં આવ્યાં હતા. ત્યાર બાદ મહિસા સાથે હોટલમાં લઇ જઇને દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ.
આ સમગ્ર મામલે મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી, ત્યાર બાદ પોલીસમાં નરાધમ ડોક્ટર સામે ફરિયાદ કરાઇ છે, હાલમાં ડો.નિલેશ નાયકની ધરપકડ કરીને કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/