+

અમદાવાદમાં બેઠા બેઠા અમેરિકનોને લૂંટી રહ્યાં હતા, સીઆઇડી ક્રાઇમે નકલી કોલ સેન્ટર ઝડપી લીધું- Gujarat Post

(Demo Pic) અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં સીઆઈડી ક્રાઇમે રેડ (CID Crime Raid) પાડીને અમેરિકનોને ખંખેરતા નકલી કોલ સેન્ટરનો (Bogus call centre) પર્દાફાશ કર્યો હતો. સીઆઈડી ક્રાઇમના સી.આઈ સેલને બાતમી

(Demo Pic)

અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં સીઆઈડી ક્રાઇમે રેડ (CID Crime Raid) પાડીને અમેરિકનોને ખંખેરતા નકલી કોલ સેન્ટરનો (Bogus call centre) પર્દાફાશ કર્યો હતો. સીઆઈડી ક્રાઇમના સી.આઈ સેલને બાતમી મળી હતી કે સાગર પટેલ ઉર્ફે એસ.પી આંધ્રપ્રદેશમાં 40 છોકરાઓને ટેલીકોલર તરીકે નોકરી પર રાખીને કોલ સેન્ટર ચલાવે છે. પોલીસને મળેલી બાતમીને આધારે રામોલ ટોલટેક્સ પાસેની એક કોમ્પલેક્સમાં રેડ કરી હતી. આ રેડમાં કોલ સેન્ટર ચલાવતા આરોપીઓની ધરપકડ કરી હતી.

રામોલ ખાતેથી પોલીસે સાગરના કોલ સેન્ટરના પ્રોસેસર હાર્દીપ નંદાણીયા, જૈવીક સુદાણી અને હાર્દીક પટેલની ધરપકડ કરી હતી. આરોપીઓ તેમના મળતિયાઓ સાથે મળીને અમેરિકન નાગરિકોને ફોન કરીને પે ડે લોન કંપનીના તથા સાયબર એટેકના નામે ડરાવીને એક હજાર કે બે હજાર ડોલર ક્રીપ્ટોમાં જમા કરવાનું કહેતા હતા. બાદમાં ચાઈનાના પ્રોસેસર મારફતે ડોલરને ભારતીય ચલણમાં કન્વર્ટ કરાવી લેતા હતા.

પોલીસે રામોલ ટોલ ટેક્સ પાસે આવેલા એક કોમ્પલેક્સ અને હોટલ પ્રાઇડમાં રેડ કરીને પ્રોસેસર, કોલ સેન્ટરના માલિક, ડેટા પ્રોવાઇડર સહિતના તમામ લોકોને ઝડપી પાડી 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter