ભ્રષ્ટાચારીઓએ હદ વટાવી દીધી....અધધ...અમદાવાદમાં આ સરકારી બાબુ, રૂ.20,00,000 ની લાંચ લેતા ઝડપાયા

11:40 PM Aug 01, 2024 | gujaratpost

અમદાવાદમાં ATDO રૂ. 20,00,000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાઇ ગયા

આરોપી અધિકારીના ઘરેથી મળ્યાં રૂ. 73 લાખ રોકડા અને સોનાના બિસ્કીટ

ગુજરાત એસીબીની જોરદાર વખાણવા જેવી કામગીરી

અમદાવાદઃ એએમસીના અધિકારીએ લાખો રૂપિયાની લાંચ લીધી અને તેઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. હર્ષદ મનહરલાલ ભોજક, હોદ્દો. આસિસ્ટન્ટ ટી.ડી.ઓ (ટાઉન ડેવલોપમેન્ટ ઓફીસર), અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશન (AMC), વિરાટનગર, અમદાવાદ, વર્ગ-2 અને આશિષ કનૈયાલાલ પટેલ (પ્રજાજન) ને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા છે, આરોપીઓએ 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને તેઓ 20 લાખ રૂપિયા લેતા ઝડપાઇ ગયા છે.

આરોપીઓએ ઓફિસ નંબર 418, અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રત્ના બિઝનેશ સ્કવેર, ચીનુભાઇ ટાવરની સામે, આશ્રમ રોડ, અમદાવાદમાં આ લાંચની રકમ લીધી હતી.

ફરીયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા કબ્જો લઈને
તોડી નાખવામાં આવેલી. જેથી મકાનો/ દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરેલી,જેમા જણાવેલું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશો તો AMC તમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે. જેથી આ કામના ફરીયાદીએ ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જીનિયર આરોપી આશિષ પટેલને મળેલા અને તેમને હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી.

આરોપી હર્ષદ ભોજકે ફરીયાદીને કામ કરી આપવા પેટે પ્રથમ રૂ.50 લાખ લાંચની માગણી કરેલી અને આરોપી આશિષને રૂપિયા.10 લાખ આપવાની વાત કરેલી, ફરીયાદીએ રકઝક કરતા રૂ.20 લાખ આપવાના નક્કી કરેલા. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી તેમને એ.સી.બી નો સંપર્ક કરતાં લાચના છટકાનું આયોજન કરવામાં આવેલું, આ લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચી લીધી હતી, ત્યારે જ એસીબીએ આરોપીઓને ઝડપી લીધા હતા.

બીજી તરફ આરોપી હર્ષદ ભોજકના પ્રગતિનગરના ફ્લેટમાં તપાસ કરી તો અહીંથી 73 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી અને અને 4 લાખ રૂપિયાની કિંમતના સોનાના બિસ્કીટ મળ્યાં હતા, એસીબી આ લાંચિયાની કરોડો રૂપિયાની કિંમત પણ શોધી રહી છે. ત્યારે તો હાલમાં લાખો રૂપિયાની આ લાંચની રાજ્યભરમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સાથે જ બીજા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ટ્રેપીગ અધિકારીઃ એન.એન.જાદવ,
પોલીસ ઇન્સ્પેક્ટર,અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.

મદદમાં: ડી.બી.મહેતા, પો.ઇ.એ.સી.બી, ફિલ્ડ-3, અમદાવાદ

સુપરવિઝન અધિકારી:

કે.બી.ચૂડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

એ.વી.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-3, અમદાવાદ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526