કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર બાદ હત્યા, મેડિકલ સ્ટાફ રસ્તા પર ઉતરી આવ્યો, મૃતદેહ અર્ધ-નગ્ન અવસ્થામાં મળી આવ્યો

10:12 PM Aug 10, 2024 | gujaratpost

કોલકાતાઃ શુક્રવારે કોલકાતાની સરકારી હોસ્પિટલમાં મૃત હાલતમાં મળી આવેલી તાલીમાર્થી ડૉક્ટર યુવતીના પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ છે કે હત્યા કરતા પહેલા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. બીજા વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટે ગુરુવારે મોડી રાત્રિનું ભોજન લીધું હતું, ત્યારબાદ તે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ત્રીજા માળે સેમિનાર હોલમાં અભ્યાસ કરવા ગઈ હતી. 31 વર્ષીય તાલીમાર્થી ડૉક્ટર બીજા દિવસે સવારે બેભાન હાલતમાં મળી આવી હતી.

સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી હોસ્પિટલ બહારનો શખ્સ હતો, તેમ છંતા તે કોલેજના વિવિધ વિભાગોમાં વારંવાર આવતો હતો. આરોપીઓની ધરપકડ બાદ તેને કડક સજા થાય તેવી માંગ સાથે મેડિકલ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતા.

ઈન્ટર્નની પણ મોડી રાત્રે પૂછપરછ કરવામાં આવી હતી

પીજીટી ડોક્ટરના મૃત્યુંની તપાસના સંદર્ભમાં પોલીસે શુક્રવારે રાત્રે બે ઈન્ટર્ન ડોક્ટરોની પૂછપરછ કરી હતી. શુક્રવારે કોલકાતાની એક સરકારી હોસ્પિટલના સેમિનાર હોલમાં ફરજ પરની પીજીટી ડૉક્ટરનો મૃતદેહ અર્ધ-નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો.

પરિવારજનોની હાજરીમાં લાશ મળી

કોલકાતા પોલીસના અધિકારી સીપી વિનીત ગોયલે કહ્યું કે જે પણ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તેનાથી ખૂબ જ દુઃખી છીએ. સવારે 10.30 વાગ્યે તાલા પોલીસ સ્ટેશનમાં હત્યાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને વિદ્યાર્થીઓની હાજરીમાં અને તેના પરિવારને લાશ આપવામાં આવી હતી.

SIT ટીમ બનાવી

પોસ્ટમોર્ટમની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને ડોકટરો હાજર હતા. પોલીસે 7 સભ્યોની SITની રચના કરી છે. જે પણ પુરાવા મળ્યાં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

હત્યા પહેલા બળાત્કાર

મૃતક ડોક્ટર હોસ્પિટલના છાતી રોગના સારવાર વિભાગની બીજા વર્ષની વિદ્યાર્થીની હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ડોક્ટરના શરીર પર ઈજાના નિશાન હતા. મહિલા તબીબના પિતાએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં તેમની પુત્રી પર બળાત્કાર કરાયો હતો અને બાદમાં તેની  હત્યા કરવામાં આવી અને સત્ય છુપાવવાના પ્રયાસો પણ કરાયા હતા.જો કે પોલીસે એમ પણ કહ્યું છે કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે ડૉક્ટર યુવતીની હત્યા કરતા પહેલા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526