બનાસકાંઠા: એસીબીની ટ્રેપમાં વધુ બે સરકારી કર્મચારી લેતા ઝડપાયા છે. ફરીયાદીની ખેતીની જમીન પ્રમોલગેશન થતાં ક્ષેત્રફળમાં ફેરફાર થયો હતો. જે સુધારો કરવા ડી.આઈ.એલ.આર. (જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ) કચેરીમાં અરજી આપી હતી. જે અરજી પરની તપાસ સરકાર માન્ય લાયસન્સ સર્વેયર આરોપી ભાવેશ દલપતભાઈ પાતાણીને ફાળવી હતી. આરોપી ભાવેશ અને રામાભાઇ લક્ષ્મણભાઈ ચૌધરીએ ફરિયાદીની જમીનની માપણી કરી હતી.
આ બંને આરોપીઓએ ભેગા મળી રૂ.1,00,000 ની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરિયાદને આધારે ગોઠવેલા લાંચના છટકામાં આરોપીઓએ ફરિયાદી સાથે સર્વેયર ઓફિસ, ધોળેશ્વર મહાદેવની સામે, ચંડીસર, તા.પાલનપુર, જી.બનાસકાંઠામાં વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારી હતી, ત્યારે જ એસીબીએ ટ્રેપ કરી હતી.
ટ્રેપિંગ અધિકારી: એન. એ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર
સુપરવિઝન અધિકારી: કે. એચ. ગોહિલ, મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ
તમારી પાસે પણ કોઇ લાંચિયાઓ લાંચની માંગણી કરે છે તો તમે ટોલ ફ્રી-1064 પર સંપર્ક કરી શકો છો
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++