આણંદઃ એસીબીએ પોલીસકર્મીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. રોશનકુમાર જગદીશભાઇ વણકર, હોદ્દો: અનાર્મ પોલીસ કોન્સટેબલ, વર્ગ-3, ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનને 1.50 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો છે. આરોપીએ કલોદરા ગામમાં લાંચ લીધી હતી.
ફરિયાદીના મિત્ર વિરુધ્ધ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ થયેલ, જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનુ જણાવીને ફરીયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરીયાદીનુ નામ પ્રોહીબિશનના ગુનામાં નહીં ખોલવા 2 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
અંતે 1.50 લાખ રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ, જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીને જાણ કરી હતી અને આ લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં આરોપીએ લાંચ લેતા જ એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો, લાંચની રકમ રિકવર કરીને કેસની વધુ તપાસ થઇ રહી છે.
ટ્રેપીંગ અધિકારીઃ સુ.શ્રી એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર,આણંદ એ.સી.બી. પો.સ્ટેશન
સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++