સુરતમાં ACB ટ્રેપ- લોકો પાસેથી રૂપિયા ખંખેરનારા એલઆરડી જવાનને રૂ. 1 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો

05:04 PM Oct 04, 2023 | gujaratpost

સુરતઃ એસીબીએ શહેરમાં વધુ એક ઓપરેશન કર્યું છે, કે.જે.ધડુક, પોલીસ ઇન્સ્પેકટર, સુરત, એસીબીએ ડિકોય ગોઠવીને રૂપિયા 1 હજારની લાંચ લેનારા ભાવેશ ખેંગારભાઇ દેસાઇ એલ.આર.ડી જવાનને ઝડપી પાડ્યો છે, સુરત શહેર ટ્રાફિક રિઝનલ-2 માં કામ કરનારા આ કર્મચારીએ જેવી લાંચ લીધી કે તરત જ તેને એસીબીએ ઝડપી પાડ્યો હતો.

એસીબીએ કમેલા દરવાજા, ટ્રાફીક પોલીસ ચોકી, મીલેનીયમ માર્કેટની સામે, રીંગરોડ, સુરતમાં આ ટ્રેપ કરી હતી. પોલીસ
ઇન્સપેકટર શ્રી કે.જે.ધડુક, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરતને માહિતી મળી હતી કે શહેર ટ્રાફીકના પોલીસ કર્મચારીઓ તથા ટીઆરબી જવાનો વાહન ચાલકોને હેરાન કરીને રૂપિયા પડાવી રહ્યાં છે, તેઓ 100 થી 3000 રૂપિયા સુધીની લાંચ લઇ રહ્યાં છે.
જેને આધારે આ લાંચના છટકાનું આયોજન કરાયું હતુ અને આરોપીએ વાહન ચાલક પાસે જેવા એક હજાર રૂપિયા લીધા કે તરત જ એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો.

ડીકોય કરનાર અધિકારી: કે.જે.ધડુક, પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી

Trending :

સુપર વિઝન અધિકારીઃ આર.આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post