+

લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા

અમદાવાદઃ ફરીયાદી વિઝા કન્સલ્ટન્ટનું કામ કરે છે. તારીખ 29-07-2025 નાં રોજ તેઓ સી.જી.રોડ ખાતે આવેલી ઓમ ગ્લોબલ ટુર્સ એન્ડ વિઝા કન્સલટન્ટની ઓફીસે હાજર હતા. ત્યારે ઓફીસમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની

અમદાવાદઃ ફરીયાદી વિઝા કન્સલ્ટન્ટનું કામ કરે છે. તારીખ 29-07-2025 નાં રોજ તેઓ સી.જી.રોડ ખાતે આવેલી ઓમ ગ્લોબલ ટુર્સ એન્ડ વિઝા કન્સલટન્ટની ઓફીસે હાજર હતા. ત્યારે ઓફીસમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની રેડ પડી હતી, ઓફીસ અને ફરીયાદીની ગાડીની ઝડતી કરી હતી. બે લેપટોપ, બે પ્રિન્ટર, ફરીયાદીનાં કુલ-17 પાસપોર્ટ વોલેટ, આધારકાર્ડ, એ.ટી.એમ કાર્ડ, અસલ ડ્રાઇવીંગ લાયસન્સ,ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, બે ચેકબુક અને રૂ.20,000 રોકડા લઇ લીધેલાં હતા.

ત્યાર બાદ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચનાં ગુના નં.187-25 માં સહઆરોપી તરીકે ફરીયાદીનું નામ ખુલતું હોવાનો આરોપ મુકીને ફરીયાદી તથા ઓમ ગ્લોબલ ટુર્સનાં માલીકને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.ત્યાં લઇ જઇને બન્નેને પોલીસ સ્ટેશનની બહાર બેસાડી રાખ્યાં હતા. તે દરમિયાન આરોપી શીવકુમાર (ASI), બેલ્ટ નં.151. SB, NR-II , સેકટર-18, ક્રાઇમ બ્રાન્ચ, દિલ્હીએ તેમના મિત્ર સંજય પટેલને બોલાવ્યો હતો. 

ઓમ ગ્લોબલ ટુર્સનાં માલીકે તેમના મિત્ર ચીત્રેશ સુતરીયાને બોલાવી લીધા હતા, આ ચીત્રેશ સુતરીયા અને સંજય પટેલ બન્ને એકબીજાને પહેલાથી ઓળખતા હતા, ત્યાર બાદ આ બંન્નેએ મધ્યસ્થી કરીને ફરીયાદી અને ઓમ ગ્લોબલ ટુર્સનાં માલિકને તાત્કાલીક છોડાવ્યાં હતા,
આરોપી શીવકુમારે ફરીયાદી અને ઓમ ગ્લોબલ ટુર્સનાં માલિકને નિવેદન લખાવવા દિલ્હી મુકામે હાજર રહેવા માટે નોટીસ આપી હતી. ઓફીસમાંથી અને ફરીયાદીની ગાડીમાંથી કબ્જે લીધેલ દસ્તાવેજો તેમની સાથે લઇ ગયા હતા. 

ત્યાર બાદ ફરીયાદી દિલ્હી જઇને આરોપી શીવ કુમારને મળતાં ઉપરોક્ત ગુનામાં આરોપી તરીકે ફરીયાદીનું નામ નહી ખોલવા અને કબ્જે લીધેલા લીધેલા અસલ દસ્તાવેજો પરત આપવાનાં બદલામાં ફરીયાદી પાસે રૂપિયા 1 કરોડની લાંચની માંગણી કરેલી હતી અને તે નાણાં બાબતે આરોપી ચીત્રેશ ભુપેન્દ્રભાઇ સુતરીયા (પ્રજાજન) અને સંજય પટેલ (પ્રજાજન) ની સાથે જ વાત કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ આરોપી ચીત્રેશ અને સંજય દ્વારા સતત નાણાંની માંગણી ચાલુ રહેતી હતી.

પરંતુ ફરીયાદી પાસે આટલી મોટી રકમની વ્યવસ્થા ન હતી. જેથી તેઓએ આરોપીઓને નાણાં આપેલ નહીં, જેથી આરોપી શીવકુમારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચનાં ઉપરોક્ત ગુનામાં આરોપીનું નામ સહઆરોપી તરીકે ખોલી નાંખેલ અને ફરીયાદીને ભાગેડું જાહેર કરી ચાર્જશીટ દાખલ કરી દીધી હતી, પરંતુ ચાર્જશીટમાં ફરીયાદીનાં કબ્જે લીધેલ દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો ન હતો.

ત્રણેય આરોપીઓએ એકબીજાનાં મેળાપીપણા ગુનાની ચાર્જ્શીટમાંથી ભાગેડું આરોપી તરીકે ફરીયાદીનું નામ કઢાવી આપવા અને ફરીયાદીનાં અસલ દસ્તાવેજો પરત અપવાનાં બદલામાં ફરીયાદી પાસે 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, તે પૈકી રૂ.10 લાખ એડવાન્સમાં અને બાકીનાં નાણાં અસલ દસ્તાવેજો પાછા મળી જાય અને ચાર્જ્શીટ માંથી ભાગેડું આરોપી તરીકે નામ નીકળી જાય ત્યાર બાદ આપવાનું નક્કી કરેલ હતું.

ફરીયાદી લાંચના નાણાં આપવા ઇચ્છતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી, લાંચના છટકામાં ચીત્રેશ સુતરીયાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં ફરીયાદીની ગાડીમાં, ઓનેસ્ટ રેસ્ટોરન્ટની બહાર સ્વીકાર્યાં હતા.

ટ્રેપીંગ અધિકારી :  એસ.એન.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ

એ.સી.બી. સ્ટાફ સુપરવિઝન અધિકારી : એ.વી.પટેલ મદદનિશ નિયામક , ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter