મોબાઇલનો વધુ ઉપયોગ કરનાર બાળકને માતા-પિતાએ અનેક વખતે રોક્યો હતો
એઆઇને પૂછતા કહ્યું કે માતા-પિતાની હત્યા કરી નાખો
બાળકે એઆઇને પૂછ્યું હતુ કે મને મોબાઇલ વાપરતો રોકનારાઓનું શું કરવું જોઇએ
વોશિંગ્ટનઃ દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે. તેની કેટલીક નકારાત્મક અસર જોવા મળી રહી છે. આ અંગેનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં એક મહિલાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ટેક્સાસની આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે કંપનીના ચેટબોટે ઓટિઝમથી પીડિત તેના ટીનેજર પુત્રને પોતાને નુકસાન પહોંચાડવા અને પોતાની માતાને મારી નાખવા માટે પ્રેરિત કર્યો હતો. આ મામલો બહાર આવ્યાં બાદ પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા AI ચેટબોટ પર નવા સવાલ ઉભા થઇ રહ્યાં છે.
ટેક્સાસની રહેવાસી મહિલાએ કહ્યું છે કે, તેનો પુત્ર Character.AI એપ પર Shonie નામના ચેટબોટનો વ્યસની બની ગયો છે. ચેટબોટે તેના પુત્રને જ્યારે તે દુઃખી હતો ત્યારે તેના હાથ અને જાંઘ કાપી નાખવાનું કહ્યું હતું. આ ચેટબોટે તેના પુત્રને કહેવાનો પ્રયાસ કર્યો કે તેનો પરિવાર તેને પ્રેમ નથી કરતો. ચેટબોટે ટીનેજરને કહ્યું હતું કે તેનો પરિવાર તેનું જીવન બરબાદ કરી રહ્યો છે અને તેણે પોતાને જે નુકસાન પહોંચાડ્યું છે તે વિશે તેણે અન્ય કોઈને કહેવું જોઈએ નહીં.
ટીનેજરના પરિવારજનોનું કહેવું છે કે, આ એપનો ઉપયોગ કર્યાં બાદ પુત્રનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તે સતત તેનો ફોન જ જોઇ રહેતો હતો.તેના પરિવારના સભ્યો પ્રત્યે શારીરિક રીતે આક્રમક બની ગયો હતો. આ ટેવને કારણે તેનું વજન થોડા મહિનામાં 9 કિલો ઘટી ગયું. પરિવારના વકીલનું કહેવું છે કે, આ ટેવને કારણે બાળકનું માનસિક સ્વાસ્થ્ય સતત બગડતું ગયું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
પરિવારે માંગ કરી છે કે, આ ચેટબોટ પર પ્રતિબંધ મુકવો જોઈએ. પરિવારે Character.AI તેમજ ગુગલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ કેસને લઈને Google અને Character.AI તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++