+

Fact Check: કેજરીવાલે જેલમાંથી ગીત નથી ગાયું, આ AIથી બનાવેલો વીડિયો થયો છે વાયરલ- Gujarat Post

Gujarat Post Fact Check News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં અરવિંદ કેજરીવાલ હિન્દી ગીત ગાઇ રહ્યાં છે, આ વીડિયો ઓડિયો સાથે સોશિયલ મીડિયા પર શ

Gujarat Post Fact Check News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં અરવિંદ કેજરીવાલ હિન્દી ગીત ગાઇ રહ્યાં છે, આ વીડિયો ઓડિયો સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ઘણા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી જ એક તસવીરમાં કેજરીવાલ પોલીસથી ઘેરાયેલી જેલની કોટડીમાં ગિટાર વગાડી રહ્યાં છે. અન્ય એક તસવીરમાં કેજરીવાલ તેમના પત્ની સુનીતા કેજરીવાલની હાજરીમાં ગિટાર વગાડતા જોવા મળે છે.

વીડિયોને શેર કરીને કહેવામાં આવી રહ્યું છે કે તેમાં કેજરીવાલ જેલમાં ગીત ગાતા જોવા મળી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના સોશિયલ મીડિયા હેડ રિચા રાજપૂત અને બીજેપી દિલ્હીના કાર્યકર બ્રિજેશ રાયે આ વીડિયો શેર કર્યો છે.

Gujarat Post Fact Check News: આ વીડિયોને લઇને અમારા ફેક્ટ ચેકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલો દાવો ખોટો સાબિત થયો છે. વીડિયોમાં શેર કરાયેલા દ્રશ્યો એઆઈ-જનરેટેડ છે. વીડિયો પરના વોટરમાર્ક પર 'પલ્ટુપલટન' લખેલું હતું. ફેક્ટ ચેક દરમિયાન 30 માર્ચે વાયરલ વીડિયોને 'મેમ્સ', 'એઆઈ' અને 'સોંગ્સ' સહિત અનેક હેશટેગ્સ સાથે શેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે ગીત AI ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. ત્યારે આવા વીડિયો  લોકોને ગેરમાર્ગે દોરી શકે છે, જેથી તમારે પણ આવા વીડિયો શેર કરવા જોઇએ નહીં.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter