મહિસાગરઃ મકાનની આકારણી માટે રૂ.7000ની લાંચ લેનારા તલાટી ACB ના છટકામાં આવ્યાં-Gujarat Post

06:28 PM Feb 01, 2024 | gujaratpost

મહિસાગરઃ જિલ્લા એ.સી.બી દ્વારા લાંચીયા તલાટીને ઝડપી પાડવામાં આવ્યાં છે. મકાનની આકારણી કરી આપવા માટે લાંચ માંગવામાં આવી હતી. 7,000 રૂપિયાની લાંચ લેતા એસીબી દ્વારા તલાટીને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.રાજગઢ ગ્રામ પંચાયતના તલાટી પિયુષ મંગળભાઈ પટેલને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપી: પિયુષ મંગળભાઇ પટેલ (ઉ.વ.49), નોકરી-તલાટી કમમંત્રી,રાજગઢ ગ્રામ પંચાયત હાલ રહે.જયશ્રીનગર સોસાયટી ઘર નં.22, વરધરી રોડ લુણાવાડા મુળ રહે. ગોલાના પાલ્લા તા-લુણાવાડા જી-મહિસાગર

ટ્રેપનું સ્થળ: સ્વામીનારાયણ મંદિર સામે, રાજ જનરલ સ્ટોર્સ,કલર ઝેરોક્ષ વરધરી રોડ,લુણાવાડા

ફરિયાદીના પિતાના નામે રાજગઢ ગામમા એક માળનું પાકુ મકાન આવેલ છે.જે મકાન ઉપર પ્રાયવેટ બેંકમાંથી રૂ.7લાખની મોર્ગેજ લોન મંજુર થઈ હતી. જેથી બેંક દ્વારા રૂ.7 લાખના બોઝાવાળી મકાનની આકારણીની માંગણી કરાઇ હતી, જે આકારણી કરી આપવા માટે તેમની પાસે રૂ.7000 ની લાંચની માંગણી કરાઇ હતી. લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા  ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન હેતુલક્ષી વાતચીત કરીને રૂ.7,000 ની લાંચની માંગણી કરી હતી અને લાંચ લેતા ઝડપાયા હતા.જો તમારી પાસે પણ કોઇ સરકારી કર્મચારી લાંચ માંગે છે તો તમે પણ એસીબીની મદદ લઇ શકો છો.

ટ્રેપિંગ અધિકારી: એમ.એમ.તેજોત,પો.ઈન્સ.
મહીસાગર એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ,
મદદનીશ નિયામક, એ.સી.બી.
પંચમહાલ એકમ,ગોધરા

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post