ACB Trap: ડભાણ ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયા, 6 મહિના પહેલા જ થઈ હતી નિમણૂંક- Gujarat Post

10:43 AM May 21, 2024 | gujaratpost

6 મહિનાના ટૂંકાગાળામાં તલાટીએ ઘરે બેસવાનો વારો આવ્યો

લગ્ન રજીસ્ટર કરવા માંગી હતી લાંચ  

ખેડાઃ લાંચિયા કર્મચારીઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. હવે ડભાણ ગ્રામ પંચાયતમાં માત્ર 6 મહિના પહેલા નિમણૂંક પામેલા તલાટીએ લગ્ન રજીસ્ટર કરવા માટે અરજદાર પાસે 4 હજાર રૂપિયાની માંગણી કરી હતી, અંતે અરજદાર પાસે 2 હજાર રૂપિયા લેવાના નક્કી કર્યાં હતા. પરંતુ અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકું ગોઠવીને તલાટીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યાં છે.

આરોપી 6 માસ પહેલા તલાટી કમ મંત્રીની ભરતીમાં પાસ થઇને સરકારી નોકરીમાં લાગ્યા હતા. ખેડા જિલ્લામાં 141 નવા તલાટી કમ મંત્રી નિમાયા હતા. જે પૈકી ડભાણ ગ્રામ પંચાયતમાં વિશાલકુમાર કાંતીભાઈ સોલંકીની નિમણૂંક કરાઈ હતી અને તેમને થોડા જ મહિનાઓમાં ભ્રષ્ટાચાર શરૂ કરી દીધો હતો.

ત્યારે જો કોઇ તમારી પાસે પણ લાંચ માંગે છે તો તમે પણ આવા ભ્રષ્ટાચારીઓ સામે નજીકના એસીબી પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ આપી શકો છો, અથવા 1064 ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526