+

ગુજરાતમાં AAP નો માસ્ટરપ્લાન: તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આવતા સપ્તાહથી

અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAP એ ફૂંક્યું ચૂંટણી બ્યુગલ 10 માર્ચથી ઉમેદવારોની શોધ શરૂ થશે અમદાવાદઃ  ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર

  • અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAP એ ફૂંક્યું ચૂંટણી બ્યુગલ
  • 10 માર્ચથી ઉમેદવારોની શોધ શરૂ થશે

અમદાવાદઃ  ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે. પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની સત્તાવાર જાહેરાત કરી છે, જે રાજ્યના રાજકારણમાં ત્રિપાંખિયા જંગના એંધાણ છે.

મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, AAP તમામ સીટો પર મજબૂત અને જનતાના પ્રતિનિધિ બની શકે તેવા ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે.  10 માર્ચથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થશે. આ પ્રક્રિયામાં પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને સમર્થકોનો અભિપ્રાય લેવામાં આવશે. જે લોકો ચૂંટણી લડવા ઈચ્છે છે, તેમને જિલ્લા સ્તરે યોજાનારી સ્ક્રૂટીની પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે. 20 માર્ચ બાદ તમામ સીટો પર પાર્ટી પોતાના સત્તાવાર દાવેદારોની યાદી જાહેર કરશે.

ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી છે. 

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ માહિતી આપતા જણાવ્યું કે, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાનું સમાપન થવાનું છે. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલ એક વિશાળ જનસભાને સંબોધશે અને ખેડૂતોના પડતર પ્રશ્નો તેમજ સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવશે. 

facebook twitter