શ્રીનગરઃ જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક પકડીને ઉભો જઇ રહ્યો છે. તસવીરમાં આતંકવાદીનો ચહેરો દેખાતો નથી
પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. NIAની ટીમો શ્રીનગર પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમો પણ ઘટના સ્થળે હાજર છે. સેના, CRPF, SOG, જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. મુઘલ રોડ પર CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
પહેલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન સમાપ્ત થયા પછી NIA ટીમ સ્થળ પર પહોંચી હતી.દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને શ્રીનગર મોકલવામાં આવ્યાં છે.
મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા અને 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં જાતિ પૂછીને હત્યા કરવામાં આવી છે.
આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે જ છોડીને સ્વદેશ પરત ફર્યા હતા. દિલ્હી એરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવે પીએમ મોદીને પહેલગામ હુમલા અંગે માહિતી આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ જશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલગામ હુમલા અંગે અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/