+

નવા GST કમિશનર પાસે બદલીનું લિસ્ટ આવે તો વિચારીને નિર્ણય કરવો જોઇએ, એક અધિકારીએ મોબાઇલ સ્કવોર્ડમાં પોસ્ટિંગના નામે ઉઘરાણા કર્યાંની ચર્ચા

ઇમાનદાર અને સાચા કર્મચારીઓને બદલીમાં અન્યાય ન થવો જોઇએ  સ્ટેટ જીએસટી વિભાગમાં કેટલાક કર્મચારીઓ સાથે ખરેખર ખેલ થઇ ગયો છે ! મોબાઇલ સ્કવોર્ડમાં જવા માટે સેટીંગ કરનાર આ અધિકારી કોણ છે ? 

ઇમાનદાર અને સાચા કર્મચારીઓને બદલીમાં અન્યાય ન થવો જોઇએ 

સ્ટેટ જીએસટી વિભાગમાં કેટલાક કર્મચારીઓ સાથે ખરેખર ખેલ થઇ ગયો છે !

મોબાઇલ સ્કવોર્ડમાં જવા માટે સેટીંગ કરનાર આ અધિકારી કોણ છે ? 

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગમાં કેટલીક મલાઇદાર જગ્યાઓ માટે સતત લોબિંગ થતું હોય છે અને જો આ પ્રમાણે પણ મેળ ન પડે તો પછી ક્યાંકને ક્યાંક રૂપિયાના વહીવટની વાતો આવે છે, ટૂંક સમયમાં જ રાજ્યમાં મોબાઇલ સ્કવોર્ડની બદલીઓ આવવાની છે, આ જગ્યા એવી હોય છે જ્યાં અધિકારીઓ- કર્મચારીઓ રૂપિયા કમાઇ શકે છે, તેના માટે જોરદાર લોબિંગ પણ થાય છે, હવે આ બદલીઓની રાહ જોઇને કેટલાક બાબુઓ બેસી રહ્યાં છે, આ બધાની વચ્ચે થયું છે એવું કે સ્ટેટ જીએસટી વિભાગમાં નવા કમિશન તરીકે આઇએએસ અધિકારી આરતી કંવર આવ્યાં છે. તેઓ દરેક વસ્તુ વિચારીને નિર્ણય કરી રહ્યાં છે, જેથી તેઓ શું નિર્ણય કરે છે તે ખબર નથી અને એક જોઇન્ટ કમિશન કક્ષાના અધિકારીએ કાંડ કરી નાખ્યો હોવાની ચર્ચાઓ કેટલાક પીડિત કર્મચારીઓ જ કરી રહ્યાં છે. (આવા અધિકારી કમિશનર કક્ષાના અધિકારીને વાતોમાં ફેરવીને તેમનો વિશ્વાસ જીતીને તેમનું કામ કઢાવી લેતા હોય છે)

એક અધિકારીએ પોસ્ટિંગના નામે રૂપિયા ખંખેર્યા હોવાના કેસમાં તપાસ કરો 

થોડા સમય પહેલા જ્યારે બદલીઓ માટે ફાઇલો ઉપર નીચે થઇ રહી હતી, ત્યારે જ મોબાઇલ સ્કવોર્ડમાં પોસ્ટિંગ માટે કેટલાક કર્મચારીઓ આ જોઇન્ટ કમિશનર પાસે ગયા હતા, તેમને કહ્યું કે મલાઇદાર પોસ્ટિંગ માટે વહીવટ જ કરવો પડે, અને મોબાઇલ સ્કવોર્ડમાં પૈસા તો આવવાના જ છે, જેથી રાતોરાત લાખો રૂપિયા કમાઇ લેવાના સપના જોનારા કેટલાક કર્મચારીઓએ રૂપિયા પણ આપી દીધા હોવાની તેજ ચર્ચાઓ થઇ રહી છે, હવે થયું છે એવું કે હાલમાં જ નવા કમિશનરે ચાર્જ લીધો છે, જેથી આ જોઇન્ટ કમિશનર ભરાઇ ગયા છે, પીડિતો પૂછી રહ્યાં છે અમારું શું થશે હવે ? આ જોઇન્ટ કમિશનરની પાસે હવે તુક્કો માર્યા સિવાય કોઇ રસ્તો પણ દેખાતો નથી.

આ કેસમાં કદાચ એવું પણ બને કે ઉઘરાણા કરનારા બાબુ કોઇ જુગાડ કરીને તેમના માનિતા કર્મચારીઓને મોબાઇલ સ્કવોર્ડમાં ગોઠવી પણ દે, જો કે હાલની સ્થિતી જોતા તો એવું લાગી રહ્યું છે કે બદલીઓમાં ન વિચારેલું કંઇક થવાનું છે, ત્યારે સ્ટેટી જીએસટી વિભાગના નવા આઇએએસ અધિકારી આરતી કંવરે આવા તકવાદી અધિકારીઓથી સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આરતી કંવરની છબી પહેલાથી ઇમાનદાર કહી છે.

facebook twitter