+

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો, વધુ એક ધારાસભ્યનું રાજીનામું

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે પહોંચે તે પહેલા જ રાજ્યમાં કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે પહોંચે તે પહેલા જ રાજ્યમાં કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસ છોડી છે, તેમને આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું છે.

લાડાણી પહેલા કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા સહિત 3 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતુ અને તેઓ ભાજપમાં જોડાયા હતા. અરવિંદ લાડાણી પાર્ટી અને પદ પરથી રાજીનામું આપનારા ચોથા ધારાસભ્ય છે. કોંગ્રેસના 17માંથી 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે.

મોઢવાડિયા મંગળવારે ભાજપમાં જોડાયા

કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સાથે ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં કમલમ' ખાતે અન્ય કેટલાક નેતાઓ સાથે બંને નેતાઓએ કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે તેમને ભાજપની ટોપી પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યાં હતા. આમ એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઇ રહ્યાં છે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પણ અનેક નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરીને તમામ 26 બેઠકો પર જીતની લીડ વધારવાનું ઓપરેશન શરૂ કરી દીધું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter