કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યાં છે. ઝેરી ખોરાક ખાવાથી અહીં 9 લોકોનાં મોત થયા છે, જેમાંથી 8 ભાઈ-બહેનો હતા. એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાંં છે. મૃતકોમાં 4 થી 18 વર્ષની વયની 5 બહેનો અને 3 ભાઈઓનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
પોસ્ટમોર્ટમ વિના મૃતદેહ સ્વજનોને પરત કરવામાં આવ્યાં હતા
અખબાર ડોનના જણાવ્યાં અનુસાર આ ઘટના સોમવારે રાત્રે ખૈરપુર જિલ્લાના પીર-જો-ગોથ પાસેના હૈબત ખાન બ્રોહી ગામમાં બની હતી. અહીં 10 સભ્યોનો પરિવાર અને તેમના મહેમાનો ખોરાક ખાધા પછી તરત જ બેહોશ થવા લાગ્યા હતા. તેમના સંબંધીઓ અને પડોશીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત થયા હતા.
પોસ્ટમોર્ટમ કરવા માટે કોઈ ડૉક્ટર ન હોવાથી તેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ વિના તેમના પરિવારોને પરત કરવામાં આવ્યાં હતા. ગ્રામજનોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો પીડિતોને સમયસર સારવાર આપવામાં આવી હોત તો આટલા મોત ન થયા હોત.
તપાસના આદેશ આપી દેવાયા
ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, તેઓએ તપાસ શરૂ કરી છે. સુક્કુરના ખાદ્ય અધિકારીઓની ટીમે પીડિતો દ્વારા ખાધેલા બચેલા ખોરાકના નમૂના એકત્ર કર્યા છે. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે સુક્કર કમિશનરને મૃત્યુનું કારણ શોધવા માટે સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/