+

દ્વારકાના ગોમતી નદીમાં 7 લોકો ડૂબ્યા, એક યુવતીનું મોત

દ્વારકાઃ બપોરે ગોમતી નદીમાં ન્હાવા પડેલા 7 પ્રવાસીઓ ડૂબ્યાં હતા, ડૂબેલા 7 લોકોમાંથી એક યુવતીનું મોત થયું છે, જેમાં 4 યુવકો અને 3 યુવતીઓ ન્હાવા પડ્યાં હતા. જ્યારે 6 લોકોનું રેસ્કયું કરીને સારવાર મ

દ્વારકાઃ બપોરે ગોમતી નદીમાં ન્હાવા પડેલા 7 પ્રવાસીઓ ડૂબ્યાં હતા, ડૂબેલા 7 લોકોમાંથી એક યુવતીનું મોત થયું છે, જેમાં 4 યુવકો અને 3 યુવતીઓ ન્હાવા પડ્યાં હતા. જ્યારે 6 લોકોનું રેસ્કયું કરીને સારવાર માટે ખસેડાયા છે. મૃતક યુવતીની ઓળખ ભાગ્યેશ્વરી તરીકે થઇ છે, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. 

ગોમતી નદીમાં ન્હાવા પડેલા 7 પ્રવાસીઓ ડૂબ્યાં હતા, જ્યારે આ ઘટના બની ત્યારે એક ઉંટની સવારી કરાવાવાળા વ્યક્તિએ ઉંટને પાણીમાં ઉતારીને ડૂબતા લોકોને બચાવ્યાં હતા. તમામ લોકો જામનગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

ફાયર વિભાગની ટીમ દ્વારા અન્ય લોકોનું રેસક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને તંત્ર દોડતું થયું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter