મોસ્કોઃ રશિયામાં શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રશિયાના કામચટકા દ્વીપકલ્પના પૂર્વ કિનારા પાસે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.
જર્મન ભૂવિજ્ઞાન સંશોધન કેન્દ્રએ ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ જણાવ્યું હતું. જ્યારે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણએ તેની તીવ્રતા 7.4 અને કેન્દ્ર 39.5 કિલોમીટરની ઊંડાઈએ જણાવ્યું હતું. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા પ્રમાણે, કામચટકાના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત જાપાને કોઈ સુનામી ચેતવણી જારી કરી નથી. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્રએ ચેતવણી આપી છે કે ભૂકંપથી સુનામી આવી શકે છે. હજી સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ સમાચાર નથી.
ઉલ્લેખનીય છે જુલાઈમાં જ્યાં 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો ત્યાં જ આ ભૂકંપ આવ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++