+

રાજ્યમાં સવારે 6 થી બપોરે 12 સુધીમાં 66 તાલુકામાં વરસાદ, દ્વારકામાં સૌથી વધુ

(File Photo) અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારે 6 થી બપોરે 12 કલાક સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં સૌથી વધુ 1.65 ઈંચ વરસાદ પડ્યો હતો. બાકીના તમામ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો

(File Photo)
અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારે 6 થી બપોરે 12 કલાક સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં સૌથી વધુ 1.65 ઈંચ વરસાદ પડ્યો હતો. બાકીના તમામ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે .હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.

30 જૂનના રોજ રાજ્યના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય, બાકીના સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

facebook twitter