દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે જ 4 આતંકીઓ ઝડપાયા, અમદાવાદ એરપોર્ટ પરથી ISIS ના આતંકવાદીઓની ધરપકડ

10:56 PM May 20, 2024 | gujaratpost

ગુજરાત ATSને મોટી સફળતા

ATSએ ISISના ચાર આતંકીઓની ધરપકડ કરી

પકડાયેલા ચારેય આતંકીઓ શ્રીલંકાના રહેવાસી

ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યાં હતા

અમદાવાદઃ ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. દેશમાં લોકસભાની ચૂંટણીઓ વચ્ચે ગુજરાત ATS ને અમદાવાદ એરપોર્ટ પરથી ઈસ્લામિક સ્ટેટના ચાર આતંકીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યાં અનુસાર આ તમામ શ્રીલંકાના રહેવાસી છે. ચારેય આતંકીઓ ઈસ્લામિક સ્ટેટ માટે કામ કરતા હતા. ATS એ આતંકીઓને ગુપ્ત જગ્યાએ લઈ જઈને પૂછપરછ શરૂ કરી છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદીઓ પહોંચ્યાં હતા ત્યારે તેમની ધરપકડ કરાઇ હતી, તેઓ શ્રીલંકાથી ભારતમાં  મોટા આતંકી હુમલાને અંજામ આપવા માટે આવ્યાાં હતા. તે પહેલા જ પકડાઇ ગયા છે. આતંકીઓ શ્રીલંકાથી ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અમદાવાદમાં કોઇ હુમલાને અંજામ આપવા જાય તે પહેલા જ  એટીએસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.આ આતંકીઓ પાકિસ્તાનમાં તેમના હેન્ડલર્સના આદેશની રાહ જોઈ રહ્યાં હતા. એટીએસને આતંકીઓ પાસેથી અનેક વસ્તુઓ પણ મળી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526