ACB ટ્રેપમાં ફસાયા મલાણા ગ્રામ પંચાયતના 4 સભ્યો, 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

02:23 PM Jan 25, 2025 | gujaratpost

પાલનપુરઃ મલાણા ગ્રામ પંચાયતના 4 સભ્યો લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા છે. ફરિયાદીના માતા (સરપંચ) સામે અવિશ્વાસની દરખાસ્ત થયેલી, જે દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવાના તથા વિકાસના કામોમાં કમિશન પેટે જામાબેન મુકેશભાઈ મકવાણા, સભ્ય, મલાણા ગ્રામ પંચાયત, નયનાબેન રમેશભાઈ પ્રજાપતિ, સભ્ય, મલાણા ગ્રામ પંચાયત, મુકેશ ગોવાભાઈ મકવાણા, સભ્યના પતિ, રમેશ રામચંદભાઈ પ્રજાપતિ, સભ્યના પતિએ ફરીયાદી પાસે રૂપિયા બે લાખની લાંચની માંગણી કરી હતી

લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ના હોવાથી ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બીનો સંપર્ક કર્યો હતો, આરોપી મુકેશ ગોવાભાઈ મકવાણા અને રમેશ રામચંદભાઈ પ્રજાપતિએ ફરિયાદી સાથે લાંચની હેતુલક્ષી વાતચીત કરીને લાંચ લીધી હતી. આરોપીઓ હોટલ સહારા, આબુ હાઇવે, પાલનપુરમાં પકડાઇ ગયા હતા.

ટ્રેપિંગ અધિકારી : એન. એ. ચૌધરી,
પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર.

સુપરવિઝન અધિકારી : કે. એચ. ગોહિલ,
મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++