+

સુરક્ષિત રીતે છૂટકારો....ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીઓનું ઈરાનના તહેરાનમાં અપહરણ થયું હતુ

ધારાસભ્યએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને માંગી હતી મદદ  સરકારે હસ્તક્ષેપ કરીને બંધકોને છોડાવી લીધા અમદાવાદ: ગુજરાતના 4 વ્યક્તિઓનું ઈરાનની રાજધાની તહેરાનમાં અપહરણ કરાયું હતુ, ગાંધ

ધારાસભ્યએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને માંગી હતી મદદ 

સરકારે હસ્તક્ષેપ કરીને બંધકોને છોડાવી લીધા

અમદાવાદ: ગુજરાતના 4 વ્યક્તિઓનું ઈરાનની રાજધાની તહેરાનમાં અપહરણ કરાયું હતુ, ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ અને બદપુરા ગામના એક એમ કુલ 4 ગુજરાતીઓનું અપહરણ થયું હતુ. આ ચારેય લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યાં બાદ તેમનું ઈરાનમાં અપહરણ થયું હોવાની જાણ થતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતુ, અને હવે તેમને છોડાવી લેવામાં આવ્યાં છે.

અપહરણકારો દ્વારા બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને અપહત લોકોનો વીડિયો મોકલીને ખંડણી માગવામાં આવી હતી. બાબા નામના એક વ્યક્તિએ પરિવારજનોને ફોન કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પરિવારજનોને મોકલાયેલા વીડિયોમાં અપહૃત લોકોને નગ્ન કરીને જમીન પર ઊંધા સુવડાવવામાં આવ્યાં હતા, તેમના મોઢા અને હાથ કપડાથી બાંધેલા હતા, તેમના શરીર પર લાલ ચાંભાના નિશાન પણ જોવા મળી રહ્યાં હતા.ચારેય લોકોનું અપહરણ કરી તહેરાનમાં ગોંધી રાખવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી હતી.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરાના ત્રણ અને બદપુરાના એક વ્યક્તિ, ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબેન અજયકુમાર, ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈ, 19મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યાં હતા. તેઓને સૌ પ્રથમ દિલ્હી, ત્યાંથી એમીરેટ્સ એરલાઈન્સ દ્વારા બેંગકોક, દુબઈ અને અંતે ઈરાનના તહેરાન શહેર લઈ જવાયા હતા, જ્યાં તેમનું અપહરણ થયું હતુ.

આ સમગ્ર મામલે માણસાના ધારાસભ્ય જયંતી પટેલે તાત્કાલિક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને મદદ માંગી હતી. ધારાસભ્યએ જણાવ્યું કે, ગઈકાલે તેમને આ અંગે જાણ થતાં જ તેમણે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી અને હવે બંધકોનો છૂટકારો થયો છે.

facebook twitter